SEB NMMS Exam 2022 Notification Declared

રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપ

મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ! 1000/- લેખે વાર્ષિક રૂ! 12000/- મુજબ ચાર વર્ષ સુધી મળશે.

NMMS Exam 2022 પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા:11/10/2022 થી તા:05/11/2022 દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય તે NMMS Exam 2022  આપી શકે છે.

જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-૭ માં ઓછામાં ઓછા 55% ગુણ હોવા જોઇએ.

અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીએ ધોરણ-7માં ઓછામાં ઓછા 50% ગુણ હોવા જોઇએ.

NMMS ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૩,50,000/ થી વધારે ના હોવી જોઇએ.

જનરલ કેટેગરી, EWS તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂા.70/- રહેશે.

પી.એચ.,એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ.50/- રહેશે.